વાલિયા-અંકલેશ્વર માર્ગ ચોમાસામાં બિસ્માર બન્યા બાદ તેનું પેચવર્ક હાથ ધરવામાં આવ્યું હતું. વાલિયા-નેત્રંગ અને અંકલેશ્વર માર્ગનું 55 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.જે માર્ગ ચોમાસામાં ઠેરઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા.જે માર્ગનું હાલમાં પેચવર્કની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.વાલિયા-અંકલેશ્વર પર હાઉસિંગ બોર્ડ પાસે રોડની ફરી એકવાર કામગીરી કરવામાં આવી હતી.