ગોધરા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા કલેકટર ધ્વારા વિવિધ વિવિધ મતદાનમથકોની મુલાકાત લેવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રશાસન સતર્ક બન્યું છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ ગોધરા નગરપાલિકાના અતિસંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દૂધાત પણ જોડાયા. તેમણે મતદાન મથકો પર સુવિધાઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ઉપરાંત વેજલપુર, ડેરોલ અને ડેરોલ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંવેદનશીલ મથકોની પણ મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. પ્રશા