લીંબડી: ગુજરાત સરકાર ના વન વિભાગ દ્વારા કરવામાં લીંબડી સેન્ટ થોમસ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો વનમહોત્સવ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય ના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત વન મહોત્સવ ને પુર્વ કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી કિરિટસિંહ રાણા એ પ્રારંભ કરાવ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા, જિલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ કમેઝળિયા નગરપાલિકા પ્રમુખ રઘુભાઇ પટેલ શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઇ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઇ રોજાસરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. લોકો એ વૃક્ષ અને પર્યાવરણ જતન કરવા સંકલ્પો લીધા હતા.