ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુર ગામમાં ડેરી પાસે સામાન્ય બાબતે યુવક પર હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઈ
કાંકણપુર ગામે સહકારી દૂધની ડેરી પાસે એક યુવક પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ બન્યો છે. અંકુરભાઈ વિનોદભાઈ પંચાલ ગત ૨૯ મેના રોજ ડેરી પર દૂધ ભરાવવા ગયા હતા, ત્યારે ગામના જ રાજુભાઈ વશરામભાઈ રબારીએ ડેરીમાંથી દૂધ લઈ જવા બાબતે તેમની ખોટી વાતો કરવાનો આક્ષેપ કર્યો હતો.અંકુરભાઈએ ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ગાળાગાળી કરી તેમને ગાલ પર ઝાપટો મારી દીધી હતી. ત્યારબાદ, ફરીથી વાતો કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નાસી છૂટ્યો હતો. આ અંગે ક