શહેરમાં રેલવે સ્ટેશન સામે આવેલી ડેઝ ઓફ સ્ટુડિયો નામની હોટલમાં મહારાષ્ટ્રના યુવાનનું મોત થયું હતું. મહારાષ્ટ્રના પુનામાં રહેતા ૩૪ વર્ષિય વિનિતભાઈ નીતિનભાઈ દેશપાંડે બે દિવસ પહેલા માતા સાથે કચ્છના પ્રવાસે આવ્યા હતા અને હોટલમાં રોકાયા હતા. સવારે તેઓ બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવતા જી.કે.માં લઈ જવામાં આવ્યા હતા. જયાં તબીબે મૃત જાહેર કર્યા હતા. હતભાગીને જન્મથી હૃદયની તકલીફ અને બીપીની દવા ચાલુ હતી. હૃદય રોગના કારણે મોત થયાની સંભાવના છે.