ગોધરા: વાવાઝોડાથી પ્રભાવિત પરિવારોને જિલ્લા પંચાયતના દંડકના હસ્તે આર્થિક સહાયના ચેક અર્પણ
ગોધરા તાલુકામાં ગત માસમાં આવેલા ભારે વાવાઝોડા અને વરસાદથી બોડીદ્રા બુઝુર્ગ અને બખ્ખર ગામના બે પરિવારોના મકાનોને વ્યાપક નુકશાન થયું હતું. આ કપરી પરિસ્થિતિની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા પંચાયતના દંડક જયશ્રીબેન પરમાર તથા અન્ય પદાધિકારીઓએ અસરગ્રસ્તોની મુલાકાત લઈ વહીવટી પ્રક્રિયાઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરાવી હતી. ત્યારબાદ ગુજરાત સરકારના નિયમોનુસાર ગોધરા તાલુકા પંચાયત દ્વારા કુદરતી આપત્તિ સહાય યોજના હેઠળ આર્થિક સહાય મંજૂર કરવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લા