કાલોલ: શહેરના મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં એક અઠવાડિયાથી ગટરો ઉભરાતા નગરજનો ત્રાહિમામ, આપી પ્રતિક્રિયા
કાલોલ શહેરમાં જુનું મુખ્ય બજાર ગણાતા મહાલક્ષ્મી ચોકથી કલાલ ઝાંપા વિસ્તારમાં પાછલા એક અઠવાડિયાથી ખુલ્લી ગટરો ઉભરાઈને બજાર વચ્ચે વહેતા ગંદકી અને વાસના ત્રાસથી અસરગ્રસ્ત રહીશો, વાહન ચાલકો અને બજારમાં અવર જવર કરતા લોકોને ભારે હાલાકીઓ ભોગવવી પડે છે.