ગોધરા: બોરિયા ગામમાં વિકાસના નામે મોટું કૌભાંડ: નલ સે જલ, અમૃત સરોવર અને ટેન્કરમાં ગેરરીતિના આક્ષેપો સાથે અધિક કલેક્ટરને રજૂઆત
શહેરા તાલુકાના બોરિયા ગામમાં સરકારી યોજનાઓમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગ્રામજનોએ ગોધરા ખાતે અધિક કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ‘નલ સે જલ’ યોજના હેઠળ હલકી ગુણવત્તાનું કામ કરી અંદાજે ₹૧ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેનાથી લોકોને પાણી મળતું નથી. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ‘અમૃત સરોવર’ યોજના હેઠળ તળાવના કામ માટે ફાળવાયેલા ₹૧૫ લાખ કામ કર્યા વિના જ ઉચાપત કરાયા છે. તેમજ ₹૧.૪૪ લાખની ટેન્કર ગ્રાન્ટ છતાં સરપંચના પતિ