ગોધરા: જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓને જિલ્લા સેવાસદન કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. 26મી તારીખે જિલ્લા પંચાયત (31), તાલુકા પંચાયત (148), શહેરા નગરપાલિકા (11) અને ગોધરા નગરપાલિકા (44) બેઠકો માટે મતદાન યોજાશે. કુલ 269 મતદાન મથકો સંવેદનશીલ અને 34 અતિસંવેદનશીલ જાહેર કરાયા છે, જ્યાં કડક સુરક્ષા ગોઠવાશે. જિલ્લા પંચાયત માટે 1288 અને તાલુકા પંચાયત માટે 1147 મતદાન મથકો નિર્ધારિત છે. ગરમીને ધ્યાનમાં રાખીને પાણી અને છાંયડા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.