અંકલેશ્વર: વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના શિક્ષક સંઘ દ્વારા જિનવાલા સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો
ભરૂચ જિલ્લામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સ્થળે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે અંકલેશ્વરની જિનવાલા સ્કૂલ ખાતે અંકલેશ્વર તાલુકાના શિક્ષક સંઘ દ્વારા આજરોજ સવારથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં રજિસ્ટ્રેશન કરાવેલ 400 પૈકી 12 વાગ્યા સુધીમાં 100 જેટલા લોકોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.આ મહા રક્તદાન કેમ્પમાં મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાથી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થઈ શકાશે.