ભાવનગર શહેર: પોલીસની ઐતિહાસિક કાર્યવાહી, નવા કાયદા હેઠળ વાઘાવાડી રોડ પર રૂપિયા 80 લાખની આલીશાન જપ્તિની નોટિસ અપાઈ
Bhavnagar City, Bhavnagar | May 20, 2026
ભાવનગર શહેરમાં સ્પાની આડમાં ચાલી રહેલા માનવ તસ્કરી અને દેહવ્યાપારના રેકેટ સામે શહેર પોલીસે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. નવા ફોજદારી કાયદા BNS ની કલમ 107 હેઠળ પ્રથમ વખત વાઘાવાડી રોડ ઇવા સુરભીમાં આવેલી આશરે 80 લાખ રૂપિયાની આલીશાન પ્રોપર્ટી જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ અલગ ગુન્હાની ઉંડાણપૂર્વક તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.