અમદાવાદ શહેર: શ્યામલ ક્રોસ રોડ પાસે કોમ્પ્લેક્સમાં આગ ,ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ
આજે સોમવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ શ્યામલ કોંસ રોડ પાસે શાંગરીલા કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી.કોમ્પેલ્કસના પાર્કિગમાં રહેલા વાહનોમાં આગ લાગતી અનેક વાહનો બળીને ખાખ થયા.જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ 5માં માળે પહોંચી હતી. કોમ્પલેક્ષમાં ફસાયેલા 50થી વધુ વ્યક્તિનું કરાયું રેસ્ક્યુ.ખાનગી ATM સહિત 2 થી વધુ શો રૂમમાં આગથી નુકસાન થવા પામ્યુ.