અસારવા: માથાભારે મહાવીરસિંહ ચોથા માળેથી પટકાયાના CCTV
માથાભારે મહાવીરસિંહ ચોથા માળેથી પટકાયાના CCTV:GFના નંબર મામલે ઝઘડો થતા પોલીસ પહોંચી ને ભાગ્યો, પગ લપસતા ફ્લેટમાંથી ખાબક્યો ને મોત મળ્યું અમદાવાદના બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું 8 જૂને રાત્રે ચોથા માળેથી પટકાતાં મોત નીપજ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ 11 તારીખના 12 વાગે સામે આવ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વહેલી સવારે 3 વાગ્યાને 39 મિનિટે મહાવીરસિંહ બિલ્ડીંગમાંથી નીચે પડે છે.