જામનગર: જામનગરમાં અકસ્માત: રોઝડું આડું આવતા કાર પલટી, યુવાનની પત્નીનું મોત
જામનગરના તમાચણ ગામના યુવાનની પત્નીનું અકસ્માતમાં મોત થયું છે. જામનગર જતા સમયે કાર સામે રોઝડું આવતા ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી ગઈ હતી. ગંભીર ઈજાના કારણે મહિલાનું મૃત્યુ થયું છે.