ગોધરા: ગોધરામાં ફોન પર પુત્રવધૂને ઉઠાવી જવાની ધમકી આપનાર શખ્સ સામે ગુનો દાખલ.
ગોધરા શહેરના સિંધી ચાલી પાવર હાઉસ વિસ્તારમાં રહેતા વેપારી સુરેશભાઈ લાલવાણીને ફોન પર ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. મોરવા (હડફ)ના ઈમરાન ઈશહાક શેખે ફોન કરી બિભત્સ ભાષામાં વાતચીત કરી સુરેશભાઈના પુત્રવધૂ ઉઝમાને ઉઠાવી જવાની ધમકી આપી હતી. ઘટના 14 મેના રોજ બની હતી. આ મામલે સુરેશભાઈએ ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.