ગોધરા: જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ‘મિશન વાત્સલ્ય’ હેઠળ જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લામાં બાળકોના કલ્યાણ, સુરક્ષા અને પુનઃસ્થાપન માટે કાર્યરત ‘મિશન વાત્સલ્ય’ યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા સમિતિ (DCPC) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ (ડી.સી.પી.યુ.), ગોધરા દ્વારા આયોજિત આ બેઠક ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાખવામાં આવી હતી.