અમદાવાદ શહેર: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી, અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના રામાશ્રય યાદવ દ્વારા શનિવારે 2 કલાકે વરસાદને લઈ આગાહી કરાઇ.. રાજ્યમાં આગામી 7 દિવસ એટલે કે, 20થી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી ઝાપટાંની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ.