ગોધરા: ગોધરાના બામરોલી રોડ પર રહેણાંક મકાનમાંથી ઝેરી કોમન ક્રેટ સાપનું સફળ રેસ્ક્યુ, વાઇલ્ડ રેસ્ક્યુ ટીમની ત્વરિત કામગીરી
ગોધરાના બામરોલી રોડ પર રહેણાંક મકાનમાંથી ઝેરી કોમન ક્રેટ સાપનું સફળ રેસ્ક્યુ, વાઇલ્ડ રેસ્ક્યુ ટીમની ત્વરિત કામગીરી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ ચંદન બાગ નજીક એક રહેણાંક મકાનમાંથી ઝેરી કોમન ક્રેટ (Common Krait) સાપ મળી આવતાં સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.મકાન માલિક રાજુ બારીયા દ્વારા ઘટનાની જાણ કરવામાં આવતા વાઇલ્ડ રેસ્ક્યુ ટીમના સભ્યો આકાશ ભોઈ અને વસંત ભોઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.