વટવા: માલિકની જેમ આરામથી શટર ખોલી ચોરી, CCTV:વંદે માતરમ આર્કેડ પાસેની મોબાઇલની દુકાનમાંથી ₹65,000ની મતા સાફ કરી તસ્કર ફરાર
માલિકની જેમ આરામથી શટર ખોલી ચોરી, CCTV:વંદે માતરમ આર્કેડ પાસેની મોબાઇલની દુકાનમાંથી ₹65,000ની મતા સાફ કરી તસ્કર ફરાર શહેરના વંદે માતરમ આર્કેડ પાસે આવેલી એક મોબાઇલની દુકાનમાં મોડીરાત્રે ચોરીની એક અનોખી ઘટના પ્રકાશમાં આવી છે. બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા એક શાતિર ચોરે જાણે પોતે દુકાનનો માલિક હોય તેમ અત્યંત આરામથી શટરનું તાળું તોડ્યું હતું અને અંદર પ્રવેશીને ચોરી કરી હતી. એટલું જ નહીં, ચોરી કર્યા બાદ તે પકડાઈ ન જાય તે માટે શટર સરખી રીતે બંધ કરીને