શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે SIR પ્રભારી કાળુભાઈ માલીવાડની અધ્યક્ષતામાં અને શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.