આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે તેવામાં બુટલેગરો બેખોફ બની દારૂનો જથ્થો વેચાણ માટે પર પ્રાંતમાંથી મંગાવી રહ્યા છે. ઠાસરામાં નગર સેવા સદન MRF સેન્ટર નજીકના નીલગીરીના ખેતરમાં SMCએ દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ખેતરમાં સંતાડેલો રૂપિયા 1.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી એક આરોપીને ઝડપી લીધો છે. જ્યારે 3 અરોપીઓ વોન્ટેડ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.