અમદાવાદ શહેર: અસલાલીમાં પાન મસાલાના ગોડાઉનમાં ચોરી, સીસીટીવી આવ્યા સામે
આજે ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ અસલાલીમાં પાનમસાલાના ગોડાઉનમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં પોન મસાલાના ગોડાઉનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. સીસીટીવી અને સિક્યોરિટી હોવા છતાં ગોડાઉનમાં હાથ ફેરો કર્યો.કુલ સામાન ભરેલ 96 બોક્સનો સહિત 44.92 લાખનો માલ ચોરી કરીને ટોળકી ફરાર થઈ હતી.ત્યારે સીસીટીવીના આધારે અસલાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.