કોંગ્રેસના કાર્યકરો દ્વારા સિહોર શહેરના વિવિધ જનહિતના પ્રશ્નોને લઈને સિહોર નગરપાલિકાના માનનીય ચીફ ઓફિસર સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.રજુઆતમાં ખાસ કરીને સિહોર શહેરના વોર્ડ નંબર-૫, માધવનગર વિસ્તારમાં આવેલ મુખ્ય ગટરના લાંબા સમયથી અણઉકેલાયેલા પ્રશ્નો અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ગૌટમેશ્વર તળાવની આસપાસ પડી ગયેલી પ્રોટેક્શન દીવાલનું રિપેરિંગ કરવા તેમજ તળાવ પાસે લગાવવામાં આવેલા CCTV કેમેરા તાત્કાલિક શરૂ કરવા