દસ્ક્રોઈ: ABVPએ રસ્તો રોકતા પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી: NEET પેપર લીક મુદ્દે ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ
ABVPએ રસ્તો રોકતા પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી: NEET પેપર લીક મુદ્દે ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ, NTAના ડિરેક્ટરના રાજીનામાની માગ NEET પરીક્ષાનું પેપર લીક થયા બાદ આખી પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે 22 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને હવે ફરીથી પરીક્ષા આપવી પડશે. જેને લઈને દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર 15 તારીખના 3 વાગ્યાની આસપાસ વિરોધ નોંધાવ્યો હતો.