ગોધરા: ગોધરાના વ્હોરાવાડ આમલી ફળિયામાં વીજ કેબલમાં અચાનક સ્પાર્ક, સ્થાનિકોમાં ભયનો માહોલ
ગોધરાના વ્હોરાવાડ આમલી ફળિયામાં વીજ કેબલમાં અચાનક સ્પાર્ક, સ્થાનિકોમાં ભયનો માહોલ,ગોધરા શહેરના વ્હોરાવાડ વિસ્તારના આમલી ફળિયામાં વીજ કેબલમાં અચાનક સ્પાર્ક થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્પાર્કિંગ બાદ કેટલાક વીજ કેબલો તૂટી જમીન પર પડી જતાં અકસ્માતની આશંકા ઊભી થઈ હતી.ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક એમજીવીસીએલ (MGVCL)ને જાણ કરી હતી. માહિતી મળતા જ સાવચેતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેથી કોઈ જાનહાનિ કે