ગોધરા: પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરી ખાતે PMDDKY યોજનાના એક્શન પ્લાન અંગે કલેક્ટરની સમીક્ષા બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરી ખાતે કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને 'પ્રધાનમંત્રી ડિજિટલ દાતા કૃષિ યોજના'ના એક્શન પ્લાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નોડલ ઓફિસરની સૂચનાઓ અનુસાર જિલ્લામાં થયેલી કામગીરી અને વિભાગવાર લક્ષ્યાંકોની વિગતો મેળવવામાં આવી હતી.બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં કૃષિ ઉત્પાદન વધારવા, પાકમાં વિવિધતા લાવવા અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, ખેડૂતોના પાકનો બગાડ અટકાવવા માટે પંચાયત અને બ્લોક સ્તરે પાક સંગ