જાંબુઘોડા ખાતે ધાર્મિક વાતાવરણમાં હોળીકા દહન કાર્યક્રમ તા.2 માર્ચ સોમવારના રોજ યોજાયો હતો જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, જાંબુઘોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા-અર્ચના કરી હતી.અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં હોળી પ્રગટાવ્યા બાદ તેમણે હોળીની પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવ્યા હતા