ગોધરા: પંચમહાલ એસઓજી પોલીસે ચોરીના મોબાઈલ ફોન સાથે એક ઇસમને ઝડપી પાડી મોબાઈલ ફોન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના અનડીટેક્ટ ગુનાનો એસ.ઓ.જી. પોલીસે ભેદ ઉકેલ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી દરમ્યાન બાતમીના આધારે જીતુ સોમાભાઈ દંતાણી ઝડપાયો. તેની પાસેથી રૂ. 33,000 કિંમતનો મોબાઇલ ફોન કબ્જે લેવાયો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો. આ સાથે ચોરીનો ગુનો સફળતાપૂર્વક ડીટેક્ટ થયો.