લીંબડી: લીંબડી એસ.ટી ડેપોમાં તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને શાળા ની ખરાઇ કરતુ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જ પાસ નીકળે વિદ્યાર્થીઓ પરેશાન
લીંબડી એસ.ટી ડેપોમાં શાળા ના નવા સત્ર થી હવે વિદ્યાર્થીઓ ને શાળા ની ખરાઇ કરતુ ઓનલાઈન પ્રમાણપત્ર ની ફરજ પાડવામાં આવતા વિદ્યાર્થીઓ ને ઓનલાઇન ફોર્મ ભરવા સાયબર કાફે અથવા ઓનલાઇન સેન્ટરના ધક્કા ખાવા પડે છે અને વધારા ના 50 થી 70 રૂપિયા પડાવી લેવા તા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ બાબતે વિદ્યાર્થી રાજેશ ડાભી એ 8 નવેમ્બર સવારે 10 વાગે પ્રતિક્રિયા આપી હતી અને જુની સિસ્ટમ પ્રમાણે પાસ કાઢવા ની કામગીરી હાથ ધરવા માગણી કરી છે