વેરાવળ શહેર: ગાંધી જયંતિ પર કલેક્ટર કચેરીમાં સફાઈ અભિયાન, અધિકારીઓએ હાથમાં લીધા ઝાડું
Veraval City, Gir Somnath | Oct 2, 2026
ગાંધી જયંતિના અવસરે ઇણાજ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા અને અન્ય અધિકારીઓએ શ્રમદાન આપી પરિસરને ચોખ્ખું કર્યું. જિલ્લાભરની મહેસૂલ કચેરીઓમાં પણ સફાઈ કરવામાં આવી.