ગોધરા: તાલુકા પોલીસને મોટી સફળતા, પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલા અભિયાન અંતર્ગત ગોધરા તાલુકા પોલીસને મહત્વની સફળતા મળી છે. પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીને ગોધરા તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીધી ચૌધરી તથા પંચમહાલના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસન અને ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામા