ભાવનગર શહેર: શહેરથી ઘોઘા રોડ પર નીલગાય આડી આવતા અકસ્માત સર્જાતા 3 લોકોને ઇજા પહોંચતા સર ટી હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Apr 11, 2026
ભાવનગર ઘોઘા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જે બનાવમાં જાણવા મળ્યા અનુસાર પરિવારજનો બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક નીલગાય આડી આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ જેટલાં લોકોને ઇજા પહોંચતા સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.