ગોધરા: ગોધરા શહેરના વર્ધમાન સોસાયટી વિસ્તારમાંથી રૂ. 45 હજારનો કિંમતી મોબાઈલ ગુમ થયો
ગોધરાના વર્ધમાન સોસાયટી વિસ્તારમાં શીતલબેન અલ્પેશભાઈ પટેલનો અંદાજે રૂ. 45,000 કિંમતનો પિસ્તા કલરનો મોબાઈલ ગુમ થયો. 25 એપ્રિલે લકી સ્ટોર પાછળના વિસ્તારમાં બપોરે મોબાઈલ ખોવાઈ ગયો હતો. ઘણું શોધ્યા છતાં મોબાઈલ મળી ન આવતા તેમણે ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસમથકે જાણ કરી. પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ શરૂ કરી છે.