લીંબડી: લીંબડી હાઇવે પર કટારિયા નજીક હોટલ માં ગેરકાયદે પેટ્રોલ ડીઝલ નો જથ્થો ઉતારતા હોટલ સંચાલક મહિલા સહિત ટ્ક ચાલક ની ધરપકડ કરી
તા. 10 નવેમ્બર બપોરે 3:00 કલાકે પાણશિણા પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ માં થી પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી હાઇવે પર કટારિયા નજીક આવેલી રાજખોડલ હોટલ ના મેદાનમાં ઉભેલી ટ્રાન્સપોર્ટ ની ટ્રકમાં થી ગેરકાયદે ડીઝલ ઉતારી રહેલા હોટલ સંચાલક વિલાસબેન મનુસીંહ તથા જગદીશ ભાઇલાલ ભોઇ ને ટ્રક તથા ડિઝલ ના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી