મહુવા: બુધલેશ્વર ગામની સીમમાંથી મહુવા પોલીસે વિદેશીદારૂ ભરેલી પીકપ સાથે કુલ્લે 27.42 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
Mahuva, Surat | Nov 1, 2025 મહુવા તાલુકાના બુધલેશ્વર ગામની સીમમાંથી પસાર થતા મહુવા નવસારી રોડ પરથી મહુવા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી બે પીકઅપના ચોરખાનામા સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે 16.26 લાખનો વિદેશી દારૂ અને બે પિકઅપ કિંમત રૂ.11 લાખ અને બે મોબાઈલ મળી કુલ્લે 27.42 લાખનો મુદ્દામાલ ઝડપી બે ની ધરપકડ કરી હતી જયારે એક ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.