બાબરા: બાબરાના સમઢીયાળા ગામે રેઢિયાર પશુનો આતંક : યુવક પર હુમલો,ઇજાગ્રસ્ત હાલતમાં અમરેલી ખસેડાયો
Babra, Amreli | Sep 2, 2025 બાબરા તાલુકાના સમઢીયાળા ગામે રેઢિયાર પશુના આતંકથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ગત રોજ બાઈક પર જઈ રહેલા મિલન રઘુભાઈ વાઘેલા પર ગાયે અચાનક હુમલો કરી દીધો હતો. હુમલામાં તેમને શરીરના વિવિધ ભાગે ઇજા પહોંચી હતી. ગ્રામજનો દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે બાબરા હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે અમરેલી ખાતે રિફર કરવામાં આવ્યા છે.