પોરબંદર: ભાવસિંહજી હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ દર્દીઓને ક્ષય કેન્દ્રના ડોક્ટરો તપાસવા માટે ન આવતા દર્દીઓને મુશ્કેલી #jansamasya
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગ આવેલ છે.હોસ્પિટલમાં વયોવૃદ્ધ વૉર્ડ અંદર ટીબી વૉર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે.આ વૉર્ડમાં ટીબી સેન્ટર દ્વારા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવે છે.પરંતુ ટીબી સેન્ટરના નિષ્ણાત ડોકટરો આ ટીબી વૉર્ડમાં દાખલ દર્દીઓની તપાસ કરવા માટે આવતા નથી જેથી દર્દીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.