ગોધરા: રાષ્ટ્રીય ધોરીમાર્ગની ઓફિસમાંથી ACની ચોરી કરનાર ગુજસીટોકનો વોન્ટેડ આરોપી ઝડપાયો
ગોધરા-અમદાવાદ ક્રોસિંગ પાસે આવેલ નેશનલ હાઈવે ઓથોરીટીના મોનીટર રૂમમાંથી એસી અને કોમ્પ્રેશરની ચોરી કરનાર મુખ્ય આરોપી વસીમ ભટુક ઉર્ફે વસીમ ટપલોને પંચમહાલ એલ.સી.બી. ટીમે ₹૭૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીએ તેના અન્ય બે સાગરીતો સાથે મળીને આ ચોરી કરી હોવાની કબૂલાત કરતાં ગોધરા બી-ડિવિઝન પોલીસનો ગુનો ઉકેલાયો છે. વધુમાં, પકડાયેલો આ મુખ્ય આરોપી વર્ષ ૨૦૨૫ ના ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનના ગુજસીટોકના ગંભીર ગુનામાં પણ નાસતો-ફરતો વોન્ટેડ હોવાનું ખુલત