દસ્ક્રોઈ: RBIને રૂ. 8.70 કરોડનો ચૂનો લગાવનાર બેંક કર્મચારી ઝડપાયો:ચોરીના પૈસાથી 2 કરોડનો બંગલો અને 1.40 કરોડની દુકાન ખરીદી
RBIને રૂ. 8.70 કરોડનો ચૂનો લગાવનાર બેંક કર્મચારી ઝડપાયો:ચોરીના પૈસાથી 2 કરોડનો બંગલો અને 1.40 કરોડની દુકાન ખરીદી, પત્ની RPFમાં હેડ કોન્સ્ટેબલ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.70 કરોડ સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડીયનને પોલીસ ઝડપી પાડ્યો છે. કરોડો રૂપિયાની ચોરી કર્યા બાદ આરોપીએ અમદાવાદમાં બે કરોડનો બંગલો અને 1.40 કરોડની દુકાન ખરીદી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 2.20 કરોડની રોકડ કબજે કરી