સાવલી: કપડવંજ: સાવલીના પરથમપુરા ગામે ક્વૉરીના ખાડામાં ડૂબી જતાં યુવકનું મોત
Savli, Vadodara | Sep 25, 2025 સાવલી તાલુકાના પરથમપુરા ગામે ક્વૉરી ઉદ્યોગના પાણીથી ભરાયેલા ખાડામાં ગઈકાલે આશરે 32 વર્ષીય યુવક અર્જુનભાઈ અજિતભાઈ બારીયા (રહે. ટીમબા, ગોધરા) ડૂબી ગયા હતા. વડોદરા ફાયર વિભાગ અને સ્થાનિકોની શોધખોળ બાદ આજે યુવકનો મૃતદેહ મળી આવ્યો. સાવલી પોલીસ દ્વારા અકસ્માતમોતનો ગુનો દાખલ કરી મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડાયો.