મરિયમપુરા સ્કૂલ પાસે એક શખ્સ ચાઇનીઝ દોરીની ડિલીવરી આપવા માટે આવ્યો છે. જે બાતમીને લઈ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને શખ્સને ઝડપી પાડીને તેની પાસેની થેલી લઈ તપાસ કરતા અંદરથી ચાઈનીઝ દોરીના ૧૧ ફિરકા મળી આવ્યા હતા. જેની કિંમત ૩૩૦૦ રૂપિયા જેટલી થવા જાય છે.પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પૂછતાં તે દર્પણ જેરામભાઈ સોલંકી (રે.બનેજડા)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના વિરુદ્ધ જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.