કડી: કડી ના નંદાસણ હાઇવે પર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડૉ.પ્રવીણ તોગડ્યાની ગાડીનું ટાયર ફાટ્યું,મોટી જાનહાની ટળી હતી
Kadi, Mahesana | Sep 17, 2025 આજરોજ 17 સપ્ટેમ્બર ની સાંજે મહેસાણા અમદાવાદ હાઈવે પર નંદાસણ નજીક આવેલ પટેલ હોટલ પાસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ(AHP)ના સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડ્યાની ગાડીનો અકસ્માત થતા રહી ગયો હતો.ડૉ.પ્રવીણ તોગડીયા પાલનપુર થી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ નંદાસણ હાઇવે ઉપર એમની સ્કોર્પિયો ગાડી નું અચાનક પાછળ નું ટાયર ફાટતા અકસ્માત થતા રહી ગયો હતો.ઘટનાની જાણ નંદાસણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.