વાલિયા: વાલિયાના મેરા અને કરા ગામની વચ્ચે વળાંક પાસે ટેમ્પો ચાલકે બાઇકને ટક્કર તે અન્ય બાઇકને મારતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
Valia, Bharuch | Sep 15, 2025 વાલિયા તાલુકાના કરા ગામના પીપળી ફળિયામાં રહેતા દિનેશ બળવંત વસાવા અને તેના મિત્ર આશિષ વસાવા સાથે મેરા ગામની સીમમાં આવેલ સ્મશાન ખાતે અંતિમ વિધિમાંથી પોતાની બાઈક લઈ ઘરે આવી રહ્યા હતા.તે દરમિયાન વાલિયાના મેરા અને કરા ગામની વચ્ચે વળાંક પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેમ્પો ચાલકે દિનેશ ભાઈની બાઇકને ટક્કર મારતા તેઓ માર્ગ ઉપર પટકાયતા હતાં જ્યારે તેઓની પાછળ આવતા શંકરભાઇ વસાવાની બાઈક પણ દિનેશ ભાઈની બાઈક સાથે ભટકાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.