કડી: કડી ના આદુંદરા ગામે રાત્રિ દરમિયાન જંગલી પ્રાણી જરખ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ,ફોરેસ્ટ વિભાગે પકડવા પાંજરું મૂક્યું
Kadi, Mahesana | Oct 30, 2025 કડી તાલુકાના આદુંદરા ગામના ઠાકોર વિપુલ ગાડાભાઈ પોતાના પરિવાર સાથે 28 ઓક્ટોબર ને મંગળવારની મોડી રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ બહારગામ થી ઘરે પરત ફરી રહ્યાં હતા.તે દરમિયાન ગામમાં પ્રવેશ કરતી વખતે તેમને ગામમાં આવેલ મહાદેવ મંદિર પાસેના વડ નજીક એક અજાણ્યું પ્રાણી દેખાયું હતું.વિપુલ ઠાકોરે તરત જ તેનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો.બુધવારે સવારે આ વિડીયો પોતાના મિત્રને મોકલ્યો હતો. આ વિડિઓ જોતાં જાણ થઈ કે આ પ્રાણી જંગલી ઝરખ છે.