ગોધરાની સહજાનંદ સોસાયટીમાં ધોળા દિવસે 10થી વધુ અજાણ્યા ઇસમોએ બાઇકો પર આવી એક રહેણાંક મકાનમાં ઘૂસી તોડફોડ કરી અને પરિવારજનોને માર માર્યો. કાછિયા પટેલ પરિવારના ચાર સભ્યો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં ત્રણ મહિલાઓ અને એક યુવકનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હુમલાખોરોએ ઘરના સામાન તેમજ બે બાઇકોને નુકસાન પહોંચાડ્યું. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા છે.