ઘાટલોડિયા: એસજી હાઈવે પર લાંચ લેતા ટ્રાફિક પોલીસ કર્મી અને વચેટીયાનો વીડિયો વાયરલ
એસજી હાઇવે પર ખાખીને દાગ લગાડતી ઘટના સામે આવી છે. મકરબા પાસે ગાડીનું વ્હીલ લોક ખોલવાના બહાને એક ટ્રાફિક પોલીસકર્મી અને વચેટીયાનો રૂપિયા લેતો વીડિયો વાયરલ થયો છે. વાહનચાલકને રૂ. 1000ના મેમોનો ડર બતાવી કોઈ પણ પહોંચ આપ્યા વિના રૂ. 300 પડાવી લેવામાં આવ્યા હતા. આ લાંચખોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.