ગોધરા: ગોધરા તાલુકા પોલીસે ગોલ્લાવ ગામ પાસેથી પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો
ગોધરા તાલુકા પોલીસે પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરી. મળેલી બાતમીના આધારે પો.સબ ઇન્સ્પેક્ટર ટી.એન. સોજીત્રા અને સ્ટાફે સંજયકુમાર રમેશભાઈ સલાટને ગોલ્લાવ ગામની ચોકડી પરથી ઝડપી પાડ્યો. આરોપી સામે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.