ગોધરા: કાંકણપુર પોલીસસ્ટેશનના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્ક્વોર્ડે પીપળીયા ખાતેથી ઝડપી પાડ્યો
પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત પેરોલ ફ્લો સ્ક્વોર્ડને એક મોટી સફળતા મળી છે. સ્ક્વોર્ડના વિપીનકુમાર ભાથીભાઈને હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ એનાલીસીસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે કાંકણપુર પોલીસમથકના લેન્ડ ગ્રેબિંગ ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રવિણસિંહ નરવતસિંહ પરમાર હાલ પોતાના ઘરે પીપળીયા ખાતે હાજર છે. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફે તાત્કાલિક દરોડો પાડીને આરોપીને તેના ઘરેથી જ ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીની અ