રાપર: રાપર ST ડેપોમાં ચાર ગુર્જરનગરી વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું
Rapar, Kutch | Oct 15, 2025 રાજ્યના વાહન વ્યવહાર મંત્રી તથા એસટી નિગમને રાપર એસટી ડેપો ખાતે નવા વાહનો ફાળવવા માટે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની માગણીને અનુલક્ષીને એસટી નિગમ દ્વારા ચાર ગુર્જરનગરી વાહનો ફાળવવામાં આવ્યા છે જે રાપર ઝાલોદ સવારે સાડા સાત વાગ્યે તથા રાપર વડોદરા સવારે સાડા અગિયાર વાગ્યાના રૂટમાં ફાળવવામા આવ્યા છે, જેનું લોકાર્પણ આજે સોમવારનાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીડેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.