કાલોલ: કસ્બામાં રાત્રે એક જ કોમના બે જૂથો વચ્ચે થયેલ મારામારીની ઘટનામાં લઘુમતી મોરચાના પ્રમુખ સહિત બંને પક્ષે ફરિયાદ નોંધાઈ
કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં ટોળામાં સામેલ શખ્સોએ લાકડી, ડંડા, પાઈપો અને છુટા હાથે પથ્થરમારો કર્યો હોવાને પગલે કસ્બામાં મોડી રાત્રે વરવું સ્વરૂપ ધારણ કર્યું હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે ઘટના અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં કાલોલ શહેર ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ મકબુલ બેલિમ સહિત બન્ને પક્ષે સામસામે નોંધાયેલી ફરિયાદમાં ૩૨ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.